Read Time:1 Minute, 8 Second
ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામ પાસે એસટી બસ ડિવાઇડર સાથે ભટકાતા ચાલકને ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો .ભરૂચ જિલ્લાની હદ માંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાતી રહે છે દેશના સૌથી વ્યસ્ત એવા આ ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે વડોદરા તરફથી ભરુચ બાજુ આવી રહેલ એસટી વિભાગની વોલ્વો બસને ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામ પાસે આવેલ મુનિસુવ્રતનાથ દિગંબર જૈન સમવસરણ તીર્થ સામે અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એસટી બસ ડિવાઇડર સાથે ભટકાતાં ચાલકને ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ ડીવાઈડર સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.