અંકલેશ્વર ગડખોલ ફટાક પર બનેલ ટી બ્રિજ પર અંકલેશ્વર શહેર થી ગડખોલ તરફ જતા માર્ગ પર સુરવાડી ગામ પાટિયા પર 40 ફૂટ ઉપરથી બ્રિજ નીચે સદભાવ સોસાયટી માં રાહતો અંદાજે 18 વર્ષીય હની નામનો યુવાન પટકાયો હતો જે 40 ફૂટ ઉપરથી નીચે પડતાં જ તેનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતું. તો ઘટના સ્થળ પર બ્રિજ ઉપર મોટરસાયકલ જે સ્થળે થી યુવાન પટકાયો હતો ત્યાં આડી પડી હતી જયારે બ્રિજ ના સાઈડ ડિવાઈડર પર હેલ્મેટ મૂક્યું હતું જે જોતા યુવક બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ખરેખર યુવાન એક્સિડન્ટ થયું છે કે પછી આપઘાત કર્યો છે તે પર સવાલ ઉઠી રહ્યા છે.આ વચ્ચે ઘટના ની જાણ થતા શહેર પોલીસ નો કાફલો પણ દોડી આવ્યા હતા અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજ સ્થળે અગાવ બ્રિજ ના શરૂ થયા ના દશામાં દિવસે સાંજના 8 માસનું બાળક ઉપર થી પડતા તેનું મોત નીપજ્યું હતું જેમાં પિતા બાઈક પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાયા હતો જેને લઇ બાળક ઉછળી ને નીચે પટકાયા હતા. જે ત્યારે હવે ગડખોલ ટી બ્રિજ પર ડિવાઈડર પર 5 થી 6 ફૂટ ઉંચી લોખંડ ની જાળી ઓ ઉભી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
અંકલેશ્વરના ગડખોલ ટી- બ્રિજ પરથી યુવાન 40 ફૂટ નીચે પટકાતાં મોત થયું
Views: 64
Read Time:1 Minute, 47 Second