ભરૂચ દહેજ ખાતે આવેલ બાયોસ્કેપ કંપની માં એક મહિલા કામદારનું મોત…

Views: 87
0 0

Read Time:2 Minute, 9 Second

ભરૂચ દહેજ ખાતે આવેલ બાયોસ્કેપ કંપની માં એક મહિલા કામદારનું મોત

 

કામ કરતા ત્રણ કામદારો કલર બનાવાના મશીન પરથી પટકાયા

 

એક મહિલા કામદારનું ઘટના સ્થળે મોત તો એક મહિલા કામદાર અને એક ઇસમને ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા

દહેજ પોલીસ ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથધરી

 

ભરૂચ જિલ્લાનો દહેજ વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝથી ઘેરાયેલો છે અને ત્યાં લાખો કામદારો કામ કરે છે. ત્યારે આજરોજ બાયોસ્કેપ કંપનીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં એકનું મોત નીપજ્યું હતું અને અન્ય બે કામદારને ગંભીર ઇજાના પગલે સરવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે મળતી માહીતી મુજબ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બાયોસ્કેપ કંપનીમાં ત્રણ કામદારો એકસાથે કલર બનાવવાના મશીન નજીક કામ કરી રહ્યા હતા જેમાં કોઈ કારણસર ઉંચાઈ પરથી નીચે કામ કરતા મજૂરો પર ગાડી પડતા બેધ્યાન થતા કામ કરતા ત્રણ કામદારો કલર બનાવાના મશીન પરથી નીચે જમીન પર પટકાયા હતા જેને કારણે એક મહિલા કામદાર હરજાના મનીષ પારગિલ ઉંમર 25 વર્ષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી કામદારોમાં ભયોનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળ પર ચકચાર મચી જવા પામી હતી. દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

જેમાં એક મહિલા કામદાર ભડીબેન અજયભાઈ મેળા ઉંમર વર્ષ 19 અને એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેઓને ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના જીતાલી ગામે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણીમાં, સાધનો ભંગાર બની ગયા

Tue Jun 29 , 2021
Spread the love             અંકલેશ્વરના જીતાલી ગામે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણીમાં, સાધનો ભંગાર બની ગયા અંકલેશ્વર જીતાલી ગામ ખાતે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણી માં જોવા મળી રહી છે. હવા માપવાનું યંત્ર, દિશા દર્શક યંત્ર અને વરસાદ માપક યંત્ર બાવળની ઝાડીના ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. હવામાન ખાતે […]

You May Like

Breaking News

error: Content is protected !!