Read Time:1 Minute, 14 Second
નેત્રંગમાં વર્ષોથી દબાણકર્તાઓને નોટીસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ મહિના પહેલા આખરી નોટીસ આપી ખાલી કરવા સૂચના આપી હતી. ત્યારે આ નોટીસની અવગણના કરી લોકોએ ઘર અને દુકાન ખાલી નહિ કરતા આખરે 131 ઘરો અને દુકાનોના દબાણ તોડી જમીનદોસ્ત કર્યા હતા. બેઘર થયેલા લોકો માટે નેત્રંગ ગૌસિયા મસ્જિદ દ્વારા તેમનો મદ્રેસા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને એક સામાજિક સેવાભાવી યુવાને તેના આનંદ નગરમાં લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી હતી.ત્યારે મનસુખ વસાવા નેત્રંગ ખાતે આવી સ્થળ મુલાકાત લઇ બેઘર થયેલા લોકોની સમસ્યા સાંભળી અને રેલવે તેમજ સરકારમાં આ લોકોને છ મહિના સુધી મહિને બે હજાર રૂપિયા અને પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી.