આણંદ જિલ્લા પંચાયતની 2024માં પ્રથમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં એજન્ડાના 15 કામો બહુમતીના જોર મજૂર કરવામાં આવ્યાં હતા. જ્યારે વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર વિકાસના કામો છેલ્લા કેટલાય સમયથી અટકી પડયા છે. ત્યારે વિકાસના કામો અટકાવનાર કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટમાં મુકયા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં રજૂઆત કરી હતી. આ સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં મંજુર મંજૂર કરીને સંપન્ન કર્યા હતા જોકે વિરોધ પક્ષના નેતા નટવરસિંહ વિકાસના કામોમાં થતી વિલંબ અંગે નું ધ્યાન પ્રમુખ નું દોર્યું હતું જેમાં 2019-20 માં મંજૂર થયેલ રોડનું કામ હજુ પણ પૂર્ણ થયું ન હોવાનું જણાવ્યું હતું સામાન્ય સભામાં તારીખ 3-10- 2023 ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહીની રોજની બહાલી આપવાની તારીખ 3 -10 -23 ની સામાન્ય સભાની અમલીકરણ નોંધ અને બહાલી આપવા ગેરહાજર સભ્યોની રજા મંજૂર કરવા અને કામ નંબર ચારમાં પ્રશ્નોત્તરી નું કામ લેવાયું હતું એક કલાકની મર્યાદામાં પ્રશ્નોત્તરી ના કામમાં વિરોધ પક્ષના નેતાએ વિકાસના કામોમાં થતી વિલંબ નીતિ,15 માં નાણાં પંચની ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પુરતા પ્રમાણમા વાપરવામાં આવતી નહીં હોવાનો દાવો કર્યો હતો.અપૂરતી વપરાઈ હોવાનો દાવો કર્યો હતો.આ ઉપરાંત અપુરતા મહેકમ ને પગલે કર્મચારી ઓને બોજ વેઠવો પડે છે જે અંગે સરકાર માં રજૂઆત કરી ને વિવિધ વિભાગ માં મહેકમ ભરવા ઘ્યાન દોર્યું હતું.
આણંદ: ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કામો કરવામાં કોન્ટ્રક્ટરો મનમાની કરતા હોવાની ફરિયાદ
Views: 52
Read Time:2 Minute, 16 Second