સ્થાનિક સ્વરાજય ચૂંટણી તેનાં અંતિમ ચરણમાં ચાલી રહી હોય ત્યારે પોતાના પક્ષનાં ઉમેદવારને જીતાડવા માટે જાણે હવે પાર્ટી દ્ધારા પણ પ્રચાર કરવામાં આવી રહયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. જો કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નિષ્પક્ષ, નિડર અને ભય મુકત વાતાવરણમાં યોજાવી જોઈએ. જેનાં અનેક જાહેરનામાં ચૂંટણી પંચ દ્ધારા પ્રસિધ્ધ કરવામાં આવે છે. પરંતુ તે જાહેરનામાંનો અમલ ચૂંટણી પંચ કરે છે ખરું…?
આ જાહેરનામાંનો સરેઆમ ભંગ કરતાં બેનરો ચૂંટણી અધિકારી તેમજ નગર પાલિકા દ્ધારા તેઓનાં વિસ્તારમાંથી તો હટાવી લીધા પરંતુ જાહેર માર્ગો અને પ્રાઈવેટ પ્રોપર્ટી ઉપરથી ઉતારવાનાં રહી ગયા હોય કે, આ અધિકારીઓને સત્તા પર બેસેલા લોકોની બીક લાગતી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે. આવું જ કંઈક ભરૂચ શહેરનાં સીટી સેન્ટર તેમજ ગ્લોબલ હોસ્પિટલની ઉપર મસમોટા બેનરો ભારતીય જનતા પાર્ટી દ્ધારા પોતાનાં ચૂંટણી ચિન્હ સાથે લગાવવામાં આવેલ જોવા મળ્યા હતાં.
શું આ આચાર સંહિતાનો ભંગન ગણાય?? કે પછી મોદીનું સુત્ર સાર્થક થતું હોય તેમ લાગી રહયું છે. મોદી હૈ તો મુનકીન હૈ… કે પછી અધિકારીઓને ભાજપાની બીક હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે. થોડા દિવસ પહેલાં જયારે ભારતીય જનતા પાર્ટીની બાઈક રેલી હોય તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ માસ્ક વગર આખી રેલીમાં જોવા મળ્યા તો પોલીસ તંત્ર કે પ્રશાસને તેના વિરુધ્ધ કોઈ કાર્યવાહી કે કોઈ પગલા ન લીધા પરંતુ એક સ્થાનિક કોગ્રેસના ઉમેદવારે જયારે પોતાનો પ્રચાર કરી ઘરે જતાં હતા તો રસ્તામાં તેઓને રોકી ૧૦૦૦/– નો દંડ કરવામાં આવ્યો…!! સત્ય છે પણ કડવું છે…