કેરીની ગોટલી.. બીપી, ડાયાબિટીસ, ચરબી જેવી 50 થી વધુ સમસ્યાથી છુટકારો મેળવવા, લોટમાં ભેળવી દ્યો માત્ર આ વસ્તુ, આ ચમત્કારી વસ્તુના ફાયદા:- જાણો વધુ..

Views: 77
0 0

Read Time:6 Minute, 29 Second

▪️ઉનાળાની શરૂઆતની સાથે કેરીની સીઝનની શરૂઆત થઈ જાય છે. ફળોનો રાજા ગણાતી કેરી સ્વાદમાં ખૂબ મીઠી લાગે છે. તો કેરીની ગોટલી પણ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. કેરી જેટલી વધારે ગળી હોય તેની ગોટલીનો ફાયદો તેટલો જ વધુ મળે છે. તે બધાને ભાવે છે, આપણે કેરી ખાધા પછી તેની છાલ અને ગોટલીને ફેંકી દેતા હોય છે. પરંતુ કેરીની ગોટલીને ફેંકી દેવાની જગ્યાએ જો તેનો મુખવાસ તરીકે કે અન્ય રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં વિટામીન બી-12 ઉણપ દૂર કરી શકાય છે.-

▪️તેમજ ગોટલીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘણી બીમારીમાંથી છૂટકારો મેળવી શકાય છે. ગોટલીમાં મેન્ગીફેરીન નામનું ત્તત્ત્ત હોય છે જે મનુષ્યના શરીરમાં સુગર લેવલ કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે,-

▪️બે કિલો કેરીના રસ કરતા 100 ગ્રામ ગોટલીમાં વધું પોષક તત્ત્તવો મળે છે. કેરી કરતા ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્તવો હોય છે. જેને મોટાભાગના લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. કેરીની ગોટલીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ હોય છે.-

▪️મનુષ્યના શરીર માટે જરૂરી 20 એમિનો એસિડમાંથી 9 એસિડ બનતા જ નથી. આ નવમાંથી આઠ એમિનો એસિડમાં ફિનાઈલ, એલેનિન, વેલિન, થ્રિઓનિન, ટ્રીપ્ટોફન, મેથેઓનિન, લ્યૂસિન, આયસોલ્યુસિન, લાયસિન અને હિસ્ટિડિન ગોટલીમાં ભરપૂર માત્રામાં હોય છે. એમિનો એસિડમાંથી બનતા પ્રોટીન શરીરની પાચનક્રિયાને મજબૂત કરવામાં મદદ કરે છે. જેથી ખાવાનું સરળતાથી પચી જાય છે. તેમજ શરીરમાં રહેલ ફાઈબર શરીરમાંથી વધારાની સુગરને બહાર નીકાળે છે. તેમજ પેટ ને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરે છે. તેમજ એમિનો એસિડ પ્રોટીન માટે જરૂરી છે.-

▪️તેમજ ગોટલીનાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેંગ્નિઝ જેવા ખનીજો તત્ત્તવો પણ યોગ્ય માત્રામાં હોય છે. ડ્રાયફ્રૂટ કરતા ગોટલીમાં વધારે પોષક તત્ત્તવો હોય છે. તેમજ તેનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે.-

▪️કેરીમાંથી નીકળતી ગોટલીમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, અને પ્રોટીન તે સિવાય 44 થી 48 ટકા ફેટી એસિડ, એમિનો એસિડ, તેમજ અલગ અલગ મિનરલ્સ રહેલાં છે. તેમજ ગોટલીમાં સ્ટાર્ચ સવરૂપમાં કાર્બોહાઈડ્રાઈટ હોવાથી તેનો ઉપયોગ ઘંઉના લોટ તરીકે પણ કરી શકાય છે.-

▪️કેરીની ગોટલીનાં ભરપૂર પ્રમાણમાં મેન્ગીફેરિન નામનું તત્ત્ત હોય છે, જે ડાયાબિટીસને નિયત્રંણમાં રાખવા માટે બહુ ફાયદાકારક છે. તેમજ ગોટલીમાં આઈસો મેન્ગીફેરિન, ફ્લેવોનાઈડ્સ જેવા તત્ત્તવો કેન્સર જેવી ગંભીર બીમારીની સામે રક્ષણ આપે છે.-

▪️તેમજ આપણા આહારમાં પોવીસેકરાઈડ તરીકે સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચ અલગ થાય ત્યારે તેમાંથી સુગર અલગ થઈ જાય છે અને તે લોહીમાં ભળી જાય છે. તે આંતરડામાં એમિલાઈમ નામના રસ ઝરે છે. આ રસ સ્ટાર્ચમાંથી સુગરને અલગ કરે છે. પરંતુ ગોટલીમાં મેન્ગીફેરિન નામનું તત્ત્ત આ પ્રક્રિયાને ધીમી કરી નાંખે છે. તેથી ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે.-

▪️કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે. અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી જેથી તે સમસ્યા માં રાહત મળે છે. ગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું. ગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે.-

▪️માથામાં પડેલી જૂ દૂર કરવા માટે ગોટલી ફાયદાકારક છે. કેરીને ગોટલીને વાટીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરી વાળમાં લગાવી લો. આમ કરવાથી માથામાંથી જૂ દૂર કરી શકાશે. ડાયેરિયા થયા હોય ત્યારે કેરીની ગોટલી ખાવાથી મટી જાય છે. કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં બે ચમચી 3 વાર લેવાથી ડાયેરિયા મટી જાય છે.-

▪️કેરીની ગોટલીને યોગ્ય પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં રાહત થાય છે. સાથે જ હૃદયરોગની બીમારીઓ પણ મટાડી શકાય છે.

▪️ કેરીની ગોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરીને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને બરાબર કરવામાં મદદ કરે છે. સ્થૂળતાથી ઘણા લોકો પરેશાન છે. સ્થૂળતા ઘટાડવા માટે પણ ગોટલીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. તેમજ વજન ઓછું કરવા માટે ગોટલી બહુ ગુણકારી છે. તેનાથી ચરબી નથી વધતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જીવન એટલે શું!?..

Mon Jan 25 , 2021
Spread the love             જીવન એટલે શું પરમ પરમાત્મા દ્વારા પૃથ્વી પર આપણો જન્મ થયો છે. જ્યારે આપનો જન્મ થાય છે ત્યારે આપણે આપણી જનેતા અને માતા એ આપને આ પૃથ્વીલોક પર નવ મહિના સુધી તેમની કૉખ માં પરિશ્રમ અને ઘણું બધું સહન અને દુઃખ વેઠી ને આ પવિત્ર સૃષ્ટિ પર આપને […]

You May Like

Breaking News

error: Content is protected !!