ભરૂચ
આજરોજ ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ તાલુકાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકાનાં પત્રકારોનો અભિપ્રાય તેમજ સલાહ સુચન લેવામાં આવ્યા હતાં અને આગામી સમયમાં તેઓનાં સુચનો અંગે સંગઠન દ્ધારા કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ સુચનોમાં એક સુચન એવું પણ હતું કે, માહિતી કચેરી દ્ધારા પત્રકારોને પ્રેસનોટ તેમજ ફોટોગ્રાફ આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે તેઓ દ્ધારા એક વિડીયો કિલપ પણ આપવામાં આવે તો ન્યુઝ ચેનલોને તે સમાચાર કવરેજ કરવામાં સરળતા રહે તેવું પણ સુચન સંગઠનને કરવામાં આવેલ હતું તેનાં અનુસંધાને ઝોન–૩નાં પ્રભારશ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી દ્ધારા આ અંગે ટુંક સમયમાં અધિકારીઓ સાથે વાન્ીત કરી યોગ્ય રાહે કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી તેમજ પત્રકારોને પડતી નાની–મોટી સમસ્યાનું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જ સમાધાન તેમજ તે અંગે આગળની કાર્યવાહી કરવા અંગે બાંહેધરી આપવામાં આવેલ હતી.પત્રકાર એકતા સંગઠનમાં મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો તરીકે ઝોન–૩નાં પ્રભારી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વિનોદ જાદવ, જિલ્લા કો–ઓર્ડીનેટર નીરૂબેન આહીર, ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા તેમજ ઉપપ્રમુખ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહયા હતાં.આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનાં મોટા પ્રમાણમાં સંગઠન સાથે જોડાયેલા પત્રકારો ઉપસ્થિત રહયા હતા તેમજ કાર્યક્રમ બાદ ભોજન સાથે લઈ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું.