ગુજરાત આંગણવાડી કર્મચારી મહિલા મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈ કલેકટરને રજૂઆત કરવામાં આવી..
આંગણવાડી વર્કરોને આપેલો મોબાઈલ હલકી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ.. મોબાઈલમાં રહેલી એપ અંગેની સમજણ મહિલાઓની ન હોવાનો આરોપ.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મંડળ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી ચલાવી રહ્યા છે પરંતુ તાજેતરમાં તેઓને અપાયેલો મોબાઈલ હલકી ગુણવત્તાનો અને ચાલતો ન હોવાના આક્ષેપ સાથે તેમાં રહેલી એપ અંગે મહિલા કર્મચારીઓને સમજણ પણ ન પડતી હોય અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઓછો અભ્યાસ કરેલો હોવાના કારણે તેઓને મોબાઇલમાં આવતી ઇંગ્લિશ એપ અંગેની સમજણ ન પડતી હોવાના આક્ષેપ સાથે તેઓએ ભરૂચના કલેકટરને તેઓને પડતી વિવિધ પડતર માંગણીઓને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી તેઓની માગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.