વાહનોથી ફેલાતાં પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારે કરી આ જાહેરાત

Views: 77
0 0

Read Time:2 Minute, 45 Second

રાજ્યમાં દિનપ્રતિદિન પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, ભલે પ્રદુષણના પ્રકારો અલગ અલગ હોય….પણ તેની અસરો તો થાય જોવા મળતી જ હોય છે.. અને તે કાગળ પર પણ અનેકવખત અનેક જીલ્લ્લાઓમાં સામે આવી ચુક્યું છે, વધુમાં વસ્તીની સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો રાજ્યમાં થઇ રહ્યો છે, અને વાહનોમાં વપરાતા ઇંધણને કારણે પણ પ્રદુષણમાં વધારો થાય છે, એવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના કલાયમેટ ચેન્જ વિભાગની આગામી એક દશકાની કામગીરી અને ભાવિ રોડમેપના દસ્તાવેજ પુસ્તકનું ઇ-લોકાર્પણ કરી. વાહનોથી ફેલાતાં પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ માટેની સહાય યોજનાની જાહેરાત કરી છે,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર થ્રી વ્હીલરના ઉપયોગ માટે એક ખાસ સહાય યોજનાજાહેર કરી છે. જેમાં રાજ્યના ધોરણ-9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે રાજ્ય સરકાર રૂપિયા 12 હજારની સહાય આપશે. આ સહાયમાં 10 હજાર વાહનોને સબસિડી આપવાનું આયોજન છે. ઉપરાંત વ્યકિતગત તેમજ સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદવા માટે પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને તેમાં અંદાજે પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

ઉપરાંત બેટરીથી ચાલતાં વાહનો માટે ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજનાને સાથોસાથ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. વધુમાં ગુજરાત એસટી નિગમ સાથે પણ ક્લાઇમેટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યો છે, જે અંતર્ગત ૨૫થી 34 સીટવાળી 50 ઇલેક્ટ્રિક બસો એપ્રિલથી ડિસેમ્બર-2021 સુધીમાં રસ્તા ઉપર મુકાશે તેમજ પ્રદૂષણ ઘટાડે તેવી બીએસ-૬ની 1 હજાર એસટી બસો માર્ચ-2021 સુધીમાં સંચાલનમાં મુકાશે જાહેરાત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

શાહીબાગમાં ફરી વિજિલન્સની રેડ, ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર ઉઠ્યા સવાલ

Sat Sep 19 , 2020
Spread the love             અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન હદમાં આવતા અસારવા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવા અસારવાના પટેલવાસમાંથી ઇંગ્લિશ દારૂની 66 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ પણ શાહીબાગ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. અગાઉની રેડ દરમ્યાન પણ […]

You May Like

Breaking News

error: Content is protected !!