ભરૂચ
આમોદ તાલુકાના અનોર ગામના નિર્દોષ વ્યક્તિને ઢોર માર માળતા આમોદ પી.એસ.આઈ વિરુદ્ધ ભરૂચ કલેકટરને ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું..
તા. 29/08/2020 ના રોજ સાંજના 4 વાગ્યાંની આસપાસ ભરૂચ જિલ્લાના અનોર ગામમાં ખેત મજૂરી કરીને પોતોના પરિવાર ચલાવતા નટવર મનુ વસાવા ગામની ગૌચર જમીનની બાવરી માં કુદરતી રીતે વરસાદને પગલે ઉગી નિકળેલ કારેલા,કંટોલા વીણી ને એકત્રિત કરતા હતા ત્યારે અચાનક આમોદ પોલીસ સ્ટેશનના જમાદાર હિતેશભાઈ આવી જતા જાતિવિષયક ગાળો બોલી અને પકડીને પી.એસ.આઇ કે. એચ.સુથાર પાસે લઈ ગયેલા અને તેમને પુછપરછ કરી કે જુગાર કોણ-કોણ રમતા હતા અને અચાનક ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું અને બળજબરીપૂર્વક નિર્દોષ લોકોના નામ પણ લખાવ્યા હતા અને આરોપી તરીકે ઝડપી લઈ 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી જામીન મુક્ત કર્યા હતા.
નટવર મનુ વસાવાને જે ઢોરમાર મારવામાં આવ્યો તેના પગલે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા અને પથારી માંથી ઉભા પણ ન થઈ શકતા ન હોવાથી પરિવાર જનો દ્વારા આમોદ રેફરલ હોસ્પીટલ માં એડમિટ કરતાં હાજર ડોક્ટર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાતા બે દિવસ સારવાર લીધા બાદ સારવાર યોગ્ય ન લાગતાં ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર બાબત ની જાણ પરિવારજનો દ્વારા ભરૂચ જિલ્લા ભિલીસ્થાન ટાઈગર સેનાને કરવામાં આવી હતી. જે સંદર્ભે આજરોજ ભીલીસ્થાન ટાઇગર સેના ભરૂચ જિલ્લા પ્રમુખ સંદીપ ભાઈ વસાવા તેમજ આમોદ તાલુકા પ્રમુખ અકબર બેલીમ ની આગેવાની માં ભરૂચ કલેકટર કચેરીએ નિર્દોષ વ્યક્તિને ન્યાય ને લયને જિલ્લા સંગઠનના હોદ્દેદારો એકત્રિત થઈ ને ભરૂચ કલેકટરને આપવા માં આવ્યુંહતું.
આવેદન પત્ર માં ઉલ્લેખનીય બાબત એ હતી કે શું પોલીસને આવી રીતની છૂટ આપવામાં આવી છે કે પોતે જાતે સાચી હકીકત ન જાણવાથી બીજા નિર્દોષ લોકોને પકડી ઢોરમાર મારી ગુનો કબૂલ કરાવી ખોટા કેસ દાખલ કરી નિર્દોષ પ્રજા કે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય તેવા લાચાર નિરાધાર માણસને પકડી ગુનો નોંધી એફ.આઈ.આર કરવામાં આવે છે. જે આમોદ પી.એસ.આઇ કે. એચ સુથાર દ્વારા કાયદાની વિરુદ્ધ આ કુર્તય કરવા માં આવેલ છે જે સંદર્ભે ન્યાયિક તપાસ કરી પી.એસ.આઇ તેમજ જમાદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવા માં આવે. અને નિર્દોષ વ્યક્તિને ન્યાયને લયને આવેદનમાં અપીલ કરવામાં આવી હતી…