એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રણાએ શૂટરોનું સન્માન કરી શુભેચ્છા પાઠવી
તાજેતરમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભરૂચના શૂટરો આગવો દેખાવ કરી મેડલ જીત્યા હતા. જે અંગે એસોસીએસનના પ્રમુખ અરૂણસિંહ રણાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હવે યોજાનાર સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જીલ્લાના ધનવીર હિરેન રાઠોડ-ગોલ્ડમેડલ, અદિતિ રાજેશ્વરી એરામીલી-સિલ્વર મેડલ, એસ.કે.ઋષિયા-સિલ્વર મેડલ, વંદન ગાંધી- સિલ્વર મેડલ, તેમજ પહેલા ભરૂચ ના કોચ મિતલબેન ગોહિલ પાસે અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને રાજ્યની સ્પોર્ટ્સ એકેડેમી ના કોચ પુષ્પાબેન પાસે શૂટિંગ ની પ્રેક્ટિસ કરી ખુશી ચૂડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવી આ પાંચ શૂટરોએ સમગ્ર ગુજરાતમાં ભરૂચનું નામ ઉપર લાવી ભરૂચ જિલ્લાને એક અલગ ઓળખ અપાવી છે, તેમ એસોસીએશનના પ્રમુખ અરૂણસિંહ રણાએ જણાવી શૂટરોનું સન્માન કરી ભરૂચ જિલ્લાને સર્વોપરી બનવા માટે અનિભંદન પાઠવ્યા હતા. સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનત આજે ભરૂચ જિલ્લાને શૂટીંગ ક્ષેત્રે એક અલગ ઓળખ મળી છે.