અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તરફ આઈસર ટેમ્પમાં ચોરીના સળિયા ભરીને વેચાણ અર્થે ફરતા ત્રણ ચોર ઈસમોને શહેર બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી આઈસર ટેમ્પો અને ચોરીના સળિયા મળીને કુલ રૂ.2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વરના ગડખોલ ONGC તળાવની સામે આવેલી નિરવકુંજ સોસાયટીમાંથી થોડાં દિવસ પહેલા મકાન બની રહેલા સ્થળ પરથી લોખંડના સળિયાની ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ મકાન માલિકે અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં નોધાવી હતી. જ્યારે આ મામલે જિલ્લા એસપી મયુર ચાવડાએ મિલ્કત રાબંધી ગુનાઓ શોધી કાઢવા આદેશ આપ્યા હતાં. જે અનુસંધાને Dy.SP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.યુ. ગડરીયાએ સ્ટાફના માણસોને સુચનાઓ આપી હતી.જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PSI અને તેમની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહીતી મળી હતી કે, અંકલેશ્વરના ગડખોલ ગામની હદમાં આવેલી નિરવકુંજ સોસાયટીમાંથી ચોરી થઈ ગયેલા સળિયા ત્રણ ચોર ઈસમો આઇસર ટેમ્પામાં લઈને વેચાણ કરવા રાજપીપળા ચોકડી તરફ ફરી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને માહિતીવાળા ટેમ્પો અને ચોરીના સળિયા સાથે સંદીપ ઉર્ફે મનોજ પ્રેમચંદ ગુપ્તા, સંયમ કુલદીપ કાલીયા અને મોર્લાસંગ જય પ્રકાશસીંગ સીંગ નામના ચોરોને ઝડપી પાડ્યા હતાં.અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે તેમની પાસેથી એક આઈસર ટેમ્પો કિંમત રૂ. 2 લાખ, લોખંડના સળિયા 133 કિલો જેની કિંમત રૂ. 46,550 અને મોબાઈલ નંગ ત્રણ કિં.રૂ. 15 હજાર મળીને કુલ રૂ. 2,61,550નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં સોસાયટીમાં થયેલી સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો; ચોરીના સળિયા વેચાણ અર્થે ફરતાં ત્રણ ચોરોને ટેમ્પા સાથે ઝડપી પાડ્યા
Views: 122
Read Time:2 Minute, 32 Second