Read Time:1 Minute, 19 Second
ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં ભારતીય ટેનિસ ફેન્સ માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યૂ એબ્ડેન સાથે મળીને પુરુષ ડબલ્સનો પુરસ્કાર જીતી લીધો છે. 27 જાન્યુઆરીએ મેલબર્ન પાર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત રોહન-એબ્ડેનની જોડીએ ઇટાલીના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), 7-5થી હરાવ્યા હતા. 43 વર્ષીય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો, જેમણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરમાં માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી વર્ષ 2022 ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ઈટાલીના ખેલાડીઓએ બોપન્ના-એબ્ડેનને જબરજસ્ત ટક્કર આપી હતી.