પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

Views: 75
0 0

Read Time:2 Minute, 12 Second

પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી દિકરીને પ્રેમથી સમજાવવા જણાવ્યું*
પંચમહાલ ૧૮૧ અભયમની ટીમ દ્વારા પિતાએ ફોન પર છુપાઈને વાત કરવા બદલ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને સમજાવીને પરિવારને સોંપવામાં આવી હતી. બનાવની વિગતમાં ૧૮૧ અભયમની ટીમને બપોરે ૩ વાગ્યાની આસપાસ એક યુવતી દાહોદ રોડ, ગોધરા ખાતે દુઃખી બની રડતા હોવાથી મદદમાં આવવા અંગે ફોન આવ્યો હતો. ફોન મળ્યા બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચતા ૧૮૧ની ટીમે બેનને મળીને પુછતા જાણ થઈ કે વિભુતી બેન (નામ બદલેલ છે) ગઈ કાલ સાંજના છ વાગ્યા ની આસપાસ પોતાના પરીવારને જાણ ના થાય તે રીતે ફોન પર વાત કરતા હતા. દિકરીને ફોન પર છુપાઈને વાતો કરતા જોઇ જતા વિભુતીના પિતા મોહન ભાઈ ( નામ બદલેલ છે) વિભુતી ને મારવાની ધમકી આપતા બેન ઘરમાં કોઇને જાણ ના થાય એ રીતે મારની બીકથી ભાગી નીકળ્યા હતા. અભયમની ટીમે ધરપત આપી આ અંગે વધારે પુછતા આ યુવતી ગોધરા નજીકના એક ગામના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ૧૮૧ની ટીમ વીભુતી બેનને લઈને તેમના ઘરે ગઈ હતી. ત્યાં જઇને બેનના પરીવારને સમગ્ર વાત જણાવી વીભુતીના પિતા મોહન ભાઈને દીકરીની ઉમ્મર નાની છે અને આવી ભૂલ બદલ ન મારવા સમજાવ્યા હતા. દિકરીને ભણવાની ઇચ્છા છે જેથી તેને આગળ ભણવામાં પ્રોત્સાહન આપવા સલાહ આપી હતી. દીકરી પર વિશ્વાસ રાખી આવી ભૂલ કરે તો પ્રેમથી સમજાવવા અને નાની ઉંમરમાં માર્ગદર્શન જરૂરી હોવા સમજણ આપી હતી. કાઉન્સેલિંગ બાદ પરિવારે પણ યુવતીને શાંતિપૂર્વક સમજાવવા અને પ્રેમથી રાખવાની ખાતરી આપતા દિકરીને અભયમ ટીમે પરિવારને સોંપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર પોલીસ.

Sun Jul 26 , 2020
Spread the love             અંકલેશ્વર નગર અને આજુબાજુનાં વિસ્તારમાં વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન દ્વારા જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન રેલ્વેસ્ટેશન તરફથી નંબર […]

You May Like

Breaking News

error: Content is protected !!