આજરોજ આણંદ નગર માં આવેલ પ્રાથમિક શાળા ને 25 માં આણંદ નગર પાલિકા અને ઝાઇડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ ભાઈપટેલ દ્વારા દીપ પ્રગટાવી કેમ્પ ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે આવા કેમ્પો દ્વારા સરકાર આરોગ્યલક્ષી સુવિધા પ્રજા ના ધર ના દરવાજે લઈ આવે છે ત્યારે પ્રજાએ વિશાળ પ્રમાણમાં એનો લાભ લઈ રોગ મુક્ત થવું જોઈએ, આ પ્રસંગે ઉપપ્રમુખસુમિત્રાબેનપઢીયાર,જિલ્લા મહામંત્રી જગત
પટેલ,યુ.સી ડી.ચેરમેન કરિશ્માબેન,જિલ્લા ભાજપ લઘુમતિ મહામંત્રી ફિરોજ મોગરિયા,કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાળા,આરીફ નારીયેલવાળા,મ્યુ,કાઉન્સીલર રૂપલબેન,રેખાબેન,નયનાબેન,હેતલબેન, સેનેટરી ચેરમેન નિશિથભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, ટ્રેનર સિકંદર માસ્તર,રાજેન્દ્ર ઠાકોર,અમરશહિદ વહોરા
(ચીનાકાકા)પ્રમુખ ઇરફાન કાજી, અમિતશાહ અને જાણીતા લેખક અનવર બહાદરપુરવાલા ઉપસ્થિત રહ્યા હતા, આ વિશાળ મેડિકલ કેમ્પ માં જરૂરિયાત ધરાવતા દર્દીઓ ખૂબ બહોળી સંખ્યા માં લાભ લઇ આરોગ્યલક્ષી કામગીરી ને બિરદાવતા હર્ષ અને આનંદ ની લાગણી સાથે સમયાંતરે વારંવાર આવા મેડિકલ કેમ્પ યોજાય એવી આશા વ્યક્ત કરી હતી.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ.)