0
0
Read Time:1 Minute, 5 Second
પાલેજ પોલીસે ટંકારીયા ગામના મોટા પાદર નજીક તળાવ કિનારેથી વરલી મટકનો જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારીયા ગામની નવી વસાહતમાં રહેતો યાસીન ઉર્ફે ચીનો વલી લાલન ગામના મોટા પાદર નજીક તળાવ કિનારે વરલી મટકનો મોબાઈલ ફોનમાં જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને ફોન મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગારી યાસીન લાલનને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.