ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Views: 86
0 0

Read Time:2 Minute, 3 Second

સુરત ખાતે તાજેતરમાં આર.ટી.આઇ એક્ટિવિસ્ટનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતના આર.ટી.આઇ કાર્યકરો એ ભેગા થયા હતા અને જેમાં સર્વાનુમતે ૧૬ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જે તમામ જિલ્લામાં કલેકટર સમક્ષ રજુ કરાયા છે.સુરતના આ સંમેલનમાં ભરૂચ ખાતેથી પણ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાગ લેવા માટે ગયા હોય તેઓએ પણ રાજયપાલને સંબોધીને ભરૂચના કલેકટર સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર માહિતી અધિકારી અધિનિયમ 2005 અનુસાર કલમ 15 (5) મુજબ રાજ્યમાં માહિતી પંચના કમિશનર અને રાજયના માહિતી કમિશનરો કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, વ્યવસ્થાપન, પત્રકારિત્વ, વહીવટ અને સંચલનના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ગુજરાતમાં માહિતી આયોગના કમિશનરની ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમ જ માહિતી અધિકારના કાયદામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે આર.ટી.આઇ ના કાયદામાં દંડની જોગવાઈ હોવા છતાં પણ દંડ કરવામાં આવતો નથી તો અરજદારોને અરજીની પહોંચ પણ આપવામાં આવતી નથી. આ સમગ્ર મુદ્દા પર ગુજરાત રાજ્યના આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૬ જેટલા જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ ૧૬ થી વધુ મુદ્દાઓ અને રાજ્યપાલને સંબોધીને વિસ્તૃત રજૂઆત કલેકટર સમક્ષ પાઠવવામાં આવી છે જે કલેકટર દ્વારા રાજ્યપાલ સમક્ષ મુકવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જો તમારા મોબાઈલ પર ત્રણ મહિનાના રિચાર્જના મેસેજ આવતા હોય તો ચેતી જજો, ડિવાઈસ પર થઈ શકે છે માલવેર અટેક

Mon May 30 , 2022
Spread the love             અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગઈકાલે આઇપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભવ્ય વીજય થયો હતો. ગુજરાતની ટીમની જીતમાં તમામ ગુજરાતીઓએ પણ ખુશી અનુભવી રહ્યા છે. આ જ જીત અને ખુશીના માહોલમાં લોકોને ફસાવવા માટે સાયબર માફિયાઓએ પોતાની […]

You May Like

Breaking News

error: Content is protected !!