દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી રૂ. 7.80 લાખના પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીની તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરજ બનાવતા મહાવીરસિંગની પોલીસે ધરપકડ કરી છે.ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જી.એ.સી.એલ કંપનીમાં થયેલા પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં હતો. દરમિયાન 17 મે ના રોજ બાતમી મળી હતી કે કંપનીમાં અગાઉ નોકરી કરતો દહેજના ટાવર ફળિયામાં રહેતો રાહુલ સુરેશ રાઠોડ અને તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી છે. તેમજ સાથે તેઓ એક મકાનમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી દહેજના ટાવર ફળિયામાં રહેતા રાહુલ સુરેશ રાઠોડ, વિક્કી રાજકુમાર પવાર, મહેશ બકોર રાઠોડ અને અજય કનુ રાઠોડને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા ઈસમોની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ચોરી કરી વેચી દીધેલા પાઉડરના તેમણે રૂ. 7.80 લાખ મળ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા અને 4 ફોન મળી કુલ રૂ. 7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા તમામ આરોપીઓને દહેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.તે સમયે ઝડપાયેલ મુખ્ય સુત્રધાર રાહુલ સુરેશ રાઠોડ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચાર અને પ્રોહીબીશન, ઘરફોડ ચોરી સહીતના છ ગુનામાં સંડોવાયેલો છે. તેમજ અજય રાઠોડ ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.હવે આ ચોરીમાં સૌથી સનસનીખેજ અને મોટો ખુલાસો સામે આવ્યો છે. આ આરોપીઓને કાયદાનું પીઠબળ આપી ચોરીની પ્રેરણા આપનાર પ્રોત્સાહિત કરનાર ગુનેગાર તરીકે પોલીસ કર્મચારી સામે આવ્યો છે. અગાઉ દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહાવીરસિંગ ભૂપતસંગનો પરિચય આરોપીઓ સાથે થયો હતો.આ પોલીસ જવાને આરોપીઓને તમે ચોરી કરો, હું જોઈ લઈશ કહ્યું હતું. ચાર આરોપી રૂ. 7.80 લાખની પેલેડીયન ચોરીમાં પકડાયા બાદ આરીપીઓની કોલ ડિટેઇલ અને CCTV ફુટેજમાં પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંગની સંડોવણી બહાર આવી હતી. જેના આધારે હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે.
ભરૂચ પોલીસ ખાતામાં પણ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર SPની ગાજ, ગુનેગારો સાથે મળી ચોરી કરાવતા કોન્સ્ટેબલની ધરપકડ
Views: 89
Read Time:3 Minute, 16 Second