અંકલેશ્વરની પ્રતીન ચોકડી વિસ્તારમાં વડોદરાથી અંકલેશ્વરના સુરવાડી ગામે રીક્ષામાં જવા નીકળેલ મહિલાના રૂપિયા 4 લાખ 59 હજાર ના સોનાના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી રીક્ષા ચાલક સહીત રીક્ષામાં સવાર એક મહિલા અને યુવક ફરાર થઇ ગયાં હોવાની ઘટના બની છે. વડોદરાના વાડી વિસ્તારમાં પમલી ફળીયામાં રહેતા રમીલાબેન પટેલ બસમાં બેસી અંકલેશ્વર ખાતે આવ્યાં હતાં. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામે તેમની બહેનના ઘરે આવવા નીકળ્યા હતા તેઓ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે એસ ટી ડેપો માં ઉતરી ચાલતા પ્રતિન ચોકડી તરફ જઈ રહ્યાં હતા તે દરમ્યાન જવેલર્સ શોપ સામે એક રીક્ષા આવતા તેઓ ગડખોલ પાટીયા સુધી જવા રિક્ષામાં બેઠા હતાં. રીક્ષા માં પેલ્લા થી જ એક મહિલા અને યુવક સવાર હતા દરમ્યાન રિક્ષામાં સવાર એક મહિલા અને યુવકે રમીલાબેન ને જણાવ્યું હતું કે અહીંયા ચોરી થાય છે,તેમ કહી રમીલાબેનને પહેરેલા સોનાના દાગીના પાકીટ માં મુકવાનું કહી અને પાકીટ થેલીમાં મુકવાનું કહેતા રમીલાબેન પટેલે સોનાની ચેઇન ,સોનાની બંગડી અને વીંટી કાઢી પાકીટ માં મૂકી પાકીટ થેલી મૂક્યું હતું બાદ સોનાના દાગીના મુકેલ પાકીટ નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા, રમીલાબેન પટેલ ને દાગીના નું પાકીટ ચોરી થઇ હોવાનું જણાતા તેઓ એ રૂપિયા 4 લાખ 59 હજારની કિંમત ના સોના ના દાગીના અને રોકડા રૂપિયા 2 હજાર મળી કુલ રૂપિયા 4 લાખ 61 ના માલ મત્તા ની ચોરી અંગે શહેર પોલીસ મથક માં રીક્ષા ચાલક તેમજ રીક્ષા માં સવાર એક મહિલા અને યુવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રીક્ષા માં બેઠેલી મહિલા પાસેથી 4.61 લાખની મત્તાની ઉઠાંતરી..
Views: 79
Read Time:2 Minute, 24 Second