ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા યોજાનાર રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાના ભરૂચ ખાતેના તમામ ૧૦ ( દસ ) પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇ પણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ભરૂચઃ ગુરૂવારઃ ભરૂચ ખાતેના ૧૦( દસ) પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની જગ્યા ઉપરની ભરતી માટેની લેખિત પ્રીલીમિનરી પરીક્ષા તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધી યોજાનાર છે. સદર પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓઅસામાજિક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇ પણ વ્યકિત કે વ્યકિતઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવા આવશ્યક જણાતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ ૧૦-૦૦ કલાકથી ૧૫-૦૦ કલાક સુધી ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા યોજાનાર રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની જગ્યા ઉપરની ભરતી માટેની લેખિત પ્રીલીમિનરી પરીક્ષાના ભરૂચ ખાતેના તમામ ૧૦ ( દસ ) પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇ પણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે. પરીક્ષાની કામગીરી સાથે કોઇ પણ રીતે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારીશ્રી- કર્મચારીશ્રી, પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યકિતઓને, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તમામ ટુકડીઓને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ ઇન્સ્પેકટર કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.. – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -સમાચાર સંખ્યા – ૧૭૫ભરૂચ ખાતે આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરોના સંચાલકશ્રીઓને પરીક્ષાના સમય દરમ્યાન ૧૦-૦૦ કલાકથી ૧૫-૦૦ કલાક સુધી ઝેરોક્ષ સેન્ટરો સ્વેચ્છાએ નાગરિક ધર્મ સમજી બંધ રાખવા કરાયો અનુરોધ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ ગુરૂવારઃ- ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધી રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની જગ્યા ઉપરની ભરતી માટેની લેખિત પ્રીલીમિનરી પરીક્ષા યોજાનાર છે. સદર પરીક્ષા ભરૂચ ખાતેના કુલ ૧૦ ( દસ ) પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. સદર પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલ ઝેરોક્ષના વિક્રેતાઓ વધુ હોવાના કારણે વિધાર્થીઓ સદર ઝેરોક્ષ સેન્ટર પરથી કાપલીઓ તથા અન્ય સાહિત્યની ઝેરોક્ષ નકલોની ઉપયોગ કરે અને કરાવે તેવા પરિણામે ગેરરીતિઓ થવા સંભવ રહે છે જેથી ભરૂચ ખાતે આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરોના સંચાલકશ્રીઓને ઉકત પરીક્ષાના સમય દરમ્યાન ૧૦-૦૦ કલાકથી ૧૫-૦૦ કલાક સુધી ઝેરોક્ષ સેન્ટરો સ્વેચ્છાએ નાગરિક ધર્મ સમજી બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલ ધ્વારા એક અખબારી યાદી ધ્વારા અનુરોધ કરવામાં આવે છે.- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -સમાચાર સંખ્યા – ૧૭૬ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં સભા-સરઘસબંધી૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ ગુરૂવારઃ- ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે જોવાની ખૂબ જ જરૂરીઆત છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭(૩) થી મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં એક જાહેરનામા ધ્વારા તા.૦૬/૦૩/૨૦૨૧ના કલાક ૮-૦૦ થી તા.૨૦/૦૩/૨૦૨૧ના રાત્રિના ૨૪-૦૦ કલાક સુધીની મુદત માટે ચાર કરતાં વધુ વ્યકિતઓને એકી સાથે કોઇ પણ જગ્યાએ ભેગા થઇ કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેકટર કચેરી, ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણાં, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીના સ્વરૂપે આવી આવેદનપત્ર આપવા માટે મનાઇ ફરમાવેલ છે. ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાનયાત્રા- અંતિમયાત્રાને , સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને આ હુકમ લાગુ પડશે નહિ. સદરહું જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઇ પણ વ્યકિત સદરહું અધિનિયમની કલમ ૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -સમાચાર સંખ્યા – ૧૭૭આગામી તા.૭મી માર્ચના રોજ લેવાનારી રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક કસોટીના આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ જિલ્લામાં કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રોના ૧૦૧ બ્લોકમાં ૨૪૧૭ ઉમેદવારોની પરીક્ષા લેવાશે૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ બુધવારઃ- આગામી તા.૭મી માર્ચ-૨૦૨૧ના રોજ લેવાનારી રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક કસોટીના આયોજનને લઇને આજ રોજ ભરૂચ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.ભરૂચ જિલ્લાના કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રોના ૧૦૧ બ્લોકમાં લેવાનારી પરીક્ષામાં ૨૪૧૭ ઉમેદવારો પરીક્ષા આપશે. કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક કસોટી અંગે થયેલ આયોજનની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પરીક્ષામાં કોઇ પણ ગેરરિતી ન થાય તેની તકેદારી રાખવાની સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા સમય દરમ્યાન વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને જરૂરી તકેદારી રાખવા સાથે કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ પ્રાથમિક કસોટીમાં હાજર રહેનાર દરેક ઉમેદવારે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે તથા સોશીયલ ડીસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનીત મહેતાએ રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક કસોટીના આયોજનની માહિતી આપી હતી. તેમણે ઉર્મેયું હતું કે પરીક્ષાના ૩૦ મિનિટ પહેલા ૧૦-૩૦ કલાકે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા શરૂ થયા પછી પ્રવેશ આપવાનો નથી. ઉમેદવારોએ કોઇ પણ ઇલેકટ્રોનિક સાધનો ( કેલ્કયુલેટર, સ્માર્ટ વોચ,મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક અન્ય વસ્તુઓ ) સાથે રાખવાનં૨ નથી. ઉમેદવારો એ ડાઉનલોડ કરેલા પ્રવેશ પત્ર સાથે હશે તો જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષાના પુરા સમય સુધી ઉમેદવારોને બેસવાનું રહેશે. વહેલા જવાની પરવાનગી આપવાની રહેશે નહિ. દરેક પરીક્ષા કેન્દ્રો પર આયોગના પ્રતિનિધિએ નકકી કરેલા ધારાધોરણ અનુસાર પરીક્ષા લેવાય તે જોવાનું રહેશે. આ ઉપરાંત પરીક્ષાના આગળના દિવસે બેઠક વ્યવસ્થા આખરી કરવાની રહેશે. તેમણે વધુમાં ઉર્મેયું હતું કે પરીક્ષામાં જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ- ૧૨, કલેકટર કચેરી સ્ટાફ- ૦૮, પોલીસ અધિક્ષક કચેરી સ્ટાફ-૧૫, પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ-૨૧૨, તિજોરી કચેરી સ્ટાફ-૦૫, આયોગના પ્રતિનિધિ ગાંધીનગર- ૦૨, ભરૂચના ૧૦, તકેદારી અધિકારી-૧૦, ઝોનલ અધિકારી-૦૨, ઝોનલ પોલીસ ગાર્ડ-૦૨ મળી કુલ ૨૭૮ અધિકારી- કર્મચારીઓ પરીક્ષામાં રોકાયેલ છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ પરીક્ષા કેન્દ્રોના આચાર્યશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા યોજાનાર રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાના ભરૂચ ખાતેના તમામ ૧૦ ( દસ ) પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇ પણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ૦ ૦ ૦ ૦ ૦ ૦
Views: 66
Read Time:11 Minute, 5 Second