પત્રકાર એકતા સંગઠન ભરૂચ જિલ્લાનાં વાગરા, આમોદ તથા જંબુસર તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત પત્રકારોનો સ્નેહ મિલન કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગનું આયોજન ભરૂચ જિલ્લાના ઉપ પ્રમુખ ફિરોઝ દિવાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઉપસ્થિત તમામ પત્રકારોનો અભિપ્રાય તેમજ સલાહ સૂચનો લેવામાં આવ્યા હતા. પત્રકાર એકતા સંગઠનમાં મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષીણ ગુજરાત ઝોન-૩ ના પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ અતુલ મુલાણી ભરૂચ જિલ્લાના ઉપ પ્રમુખ ફિરોઝ દિવાન, ભરૂચ જિલ્લાના મહિલા ઉપ પ્રમુખ સમીમ પટેલ, આમોદ વાગરા જંબુસર મહામન્ત્રી રફીક મલેક,આમોદ તાલુકાના પ્રમુખ જાવીદ મલેક, જંબુસર તાલુકા પ્રમુખ નિખિલ જાની તેમજ વાગરા તાલુકાના પ્રમુખ નઈમ દિવાનની ઉપસ્થિતિમાં આ મિટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આમોદ, જંબુસર તેમજ વાગરા આમ ૩ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમમાં આમોદ તાલુકામાં ઉપ પ્રમુખ તરીકે પ્રશાંત પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને લઈને આમોદ તાલુકાના પત્રકારોમાં આનંદની લાગણી છવાઈ હતી તેમજ ઉપ પ્રમુખ પ્રશાંત પરમારને અભિનંદન પાઠવ્યા હતા. ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
પત્રકાર એકતા સંગઠનના ભરૂચ જિલ્લાનો આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..
Views: 65
Read Time:2 Minute, 15 Second