Read Time:1 Minute, 43 Second
◾️ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે માં એટ્રોસીટી એક્ટ કલમ મુજબ તા .૧૮ / ૧૨ / ૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ કંપ્લેન ના સદર ગુનાના કામના આરોપીઓ એ ફરીયાદી જશુભાઇ દયાલભાઇ જાદવ ઉ.વ ૬૫ રહે મ.નં ૫૦૦ અલકનંદા ગેલેક્ષી નારાયણ વિદ્યાવિહાર સ્કુલની સામે ભોલાવ ભરૂચ નાઓને માર મારી ઇજા પહોચાડી જમણા પગના ગુટકા તથા ડાબા પગના અંગુઠાને ફેક્યર કર્યા મતલબે ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરીયાદી શ્રીનુ ઇજાને કારણે મોત થતા IPC કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવેલ .
◾️સદર ગુનો ગંભીર પ્રકારનો હોય અને આરોપીઓ નાસતા ફરતા હોય જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસ્મા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વીકાસ સુંડા નાઓ તપાસ કરી રહ્યા હોય આરોપીઓની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી બનાવી આરોપીઓની તપાસ કરતાં આરોપીઓ ને ઝડપી પડાયા હતા.
◾️તા .૨૮/૧૨/૨૦૨૦ ના રોજ અટક કરવામા આવેલ આરોપી :
( ૧ ) દિનુભા શિવસિંહ રણા
( ૨ ) પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રણા
( ૩ ) અજીતસિંહ રણજીતસિંહ રણા
( ૪ ) રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રણા.