નારી પ્રહાર ન્યૂઝ સ્ટોરી by સલમાન અમીન (સબ એડિટર )આજે આપણે એવા ઓફિસર ની સ્ટોરી જોયે જમણે..એમ.આરથી લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP સુધીની સફર કરી છે…
એમનું નામ છે। …..અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGના DCP મુકેશ પટેલ જેમને જીવન ના ખરા અને અનુભવો કર્યા જેમ બારક નાને થી મોટુ થાય એજ રીતના એમના જીવન ના અનુભવો પણ નાને થી મોટા થતા લગીન જોયા અને એમની સર્વિસ માં પણ એજ રીતે આગળ વધી આજે sog શાખા ના dcp લગીન પોહચી કેટલા લોકો ને જીવન માં આગળ વધવા માટે એક મિસાલ બની બીજા લોકો નું મનોબર અને વિશ્વાસ વધે એવી પોતાની જીવન ની દરેક જગા ઉપર આગળ વધી ને લોકો માટે એક મિસાલ બન્યા અને જો આવાજ અધિકારી ભારત દેશ માં હોય તો આવનારી યુવા પીધી અંધકાર અને બરબાદી તરફ ના ધકેલાય અને ઉજ્વલ દેશ નું ઉજ્વલ ભવિષ્ય સાબિત થાય
એમ.આરથી લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP સુધીની સફર…
અમદાવાદ:સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવાનું આજના પેઢીના લોકોનું સપનું હોય છે પરંતુ સપનું ભાગ્યે જ કોઈની પૂરું થાય છે જેમાંથી વાત કરીએ એક એવા અધિકારીની કે જેઓ અગાઉ એમ. આર. તરીકે નોકરી કરતા હતા અને આજે DCP તરીકે ફરજ બજાવે છે.
વાત છે અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGના DCP મુકેશ પટેલની. મુકેશ પટેલે પોતાના કરિયરની શરૂઆત એક ખાનગી કંપનીના એમ.આર. તરીકે ભાવનગરથી કરી હતી.તે દરમિયાન GPSCની પરીક્ષાની પણ જાહેરાત થઇ હતી જેની તેમને તૈયારી પણ સાથે સાથે શરુ કરી હતી પરંતુ આ દરમિયાનમાં GPSCની પરીક્ષા કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી હતી તે બાદ વર્ષ ૨૦૦૬માં PSIની પરીક્ષાની જાહેરાત આવી હતી જે માટે તેમને તૈયારી શરુ કરી હતી.જે પરીક્ષામાં તેઓ પ્રથમ પ્રય્તનમાં જ ઉતીર્ણ થયા હતા અને વર્ષ ૨૦૦૮ની બેચના PSI તરીકે પોલીસ વિભાગમાં નોકરીની શરૂઆત કરી હતી.મુકેશ પટેલની ઈચ્છા તો GPSCનીપરીક્ષા પાસ કરવાની હતી.અંદાજે ૩ વર્ષ જેટલો સમય PSI તરીકે ભાવનગર અને અલગ અલગ જગ્યાઓ પર ફરજ નિભાવ્યા બાદ GPSC પરીક્ષા પાસ કરીને સીધા DY.SP તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.વર્ષ ૨૦૧૧ની બેચના DY.SP તરીકે મુકેશ પટેલની નિમણુક થઇ હતી.
DY.SP તરીકે મુકેશ પટેલે અલગ અલગ જિલ્લાઓમાં ફરજ નિભાવી હતી અને અંતમાં ૨૦૧૮માં સુરત રેન્જમાં ફરજ નિભાવી હતી અને તે બાદ તેમનું પ્રમોશન આવતા તેઓ SP બન્યા હતા.SP બન્યા બાદ તેમને સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં ઈન્ટેલીજન્સમાં SP તરીકે ફરજ બજાવતા હતા.૨ વર્ષ જેટલો સમય ઈન્ટેલીજન્સમાં ફરજ નિભાવ્યા બાદ તેમને SOGમાં બદલી આવી હતી.આજે મુકેશ પટેલ SOGમાં DCP તરીકે ફરજ નિભાવી રહ્યા છે.
SOGના DCP મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજનું યુવાધન નશાના રવાડે જે દિશામાં જઈ રહ્યું તેને લઈને ડ્રગ્સ,અફીણ,ગાંજો જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ જળમૂળથી ઉખેડી નાખવા તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે.ઉપરાંત વધતા જતા ગુનાઓ પર અંકુશ મેળવવા પણ તેમના પ્રયત્ન ચાલુ જ રહેશે…
સ્ટોરી……સલમાન અમીન (નારી પ્રહાર ન્યૂઝ )(સબ એડિટર )
આજે આપણે એવા ઓફિસર ની સ્ટોરી જોયે જમણે..એમ.આરથી લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DCP સુધીની સફર કરી છે…
Views: 96
Read Time:4 Minute, 4 Second