જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પો.કો. પરેશભાઈ, પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, કલ્પેશભાઈ, જયેશભાઇ, સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નમ્બર પ્લેટ વગરના હીરો હોંડા સ્પ્લેનડર મોટર સાયકલ સાથે આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બગીચા જાતે કોળી ઉવ. 35 રહે. ગોપાલનગર, દોલતપરા, જૂનાગઢને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
શંકાસ્પદ મોટર સાયકલ ના એન્જીન ચેસીસ નમ્બર આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ ઈકબાલભાઈ કરીમભાઈ સોલંકી રહે. પાનસૂરિયા શેરી, મેંદરડા નું સરનામું મળતા, આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળી ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ આજથી બે ત્રણ મહિના પહેલા મેંદરડા ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. જેથી, બી ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂ. 20,000/- નું કબજે કરવામાં આવેલ હતું.
બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી જગદીશ હાજાભાઈ કોલીના રહેણાક મકાને તપાસ કરતા, બીજું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ મળી આવેલ હતું, જેમાં લગાડેલ નમ્બર પ્લેટ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, એ સીબીઝેડ મોટર સાયકલનો નમ્બર હોઈ, જે પણ ચોરીનું હોવાનું જણાતા, જે મોટર સાયકલના એનજીન ચેસીસ નમ્બર આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ હીરો હોન્ડા મોટર સાયકલના માલિક જમનાદાસ મોહનલાલ બગથરીયા રહે. ગોકુલધામ, મહાદેવમંદિર પાસે, ગોંડલ જી. રાજકોટનું સરનામું મળતા, આ મોટર સાયકલ પણ પોતે બે વર્ષ પહેલા ગોંડલ ખાતેથી ચોરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.
જે મોટર સાયકલ પણ કિંમત રૂ. 20,000/- નું કબજે કરવામાં આવેલ હતું. આમ, બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળી ના કબજામાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંગ 02 કુલ કિંમત રૂ. 40,000/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને બંને મોટર સાયકલ ગોંડલ તથા મેંદરડા ખાતેથી ચોરી કરેલ હોઈ, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન અને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળીની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, પોતાના લગ્ન થયેલ ના હોઈ, એક યુવતીના પ્રેમમાં પડેલ હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે.
આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ટેક્નિકલનો ભરપૂર ઉપયોગ કરી, વાહન ચોરીના આરોપીને પકડી પાડી, બે મોટર સાયકલ રૂ. 40,000/- નો મુદામાલ કબજે કરી, વાહન ચોરીના બે ગુન્હાઓ ડિટેકટ કરી, પકડાયેલ આરોપી તથા મોટર સાયકલોનો કબ્જો મેળવવા મેંદરડા પોલીસ તથા ગોંડલ પોલીસને સોંપવા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.