અંકલેશ્વરમાં આમલાખાડીનો બ્રિજ ઉતરી ટ્રક સીધી આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતા બે બાઇક અને દુકાનમાં ભારે નુકશાની થઈ હતી. સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર આમલાખાડી બ્રિજ ઉપરથી રવિવારે સવારે પસાર થઈ રહી હતી. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી […]
Month: May 2022
ભરૂચમાં મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ડૉ. કિરણ પટેલ મેડિકલ કોલેજના ઉપક્રમે મહારાણા પ્રતાપની જન્મ જયંતિના પૂર્વ દિવસે રક્તદાન મહાદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમિતિના પ્રમુખ વિરપાલસિંહ અટોદરિયા, અન્ય આગેવાનો અને હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. સોમવારે મહારાણા પ્રતાપની 492મી […]
ભરૂચ જિલ્લામાં ખનીજ માફીયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ખનીજ માફીયાઓ અવાર નવાર નવા નવા કેમિયાઓ અપનાવી માટીની ચોરી કરી વેચાણ કરતા હોવાની બૂમો ઉઠવા પામી છે દહેજનો ઔદ્યોગિક વિકાસ થતા ઘણા દુષણો અને ગેરકાયદેસર ધંધાઓનો પણ બેફામ વિકાસ થયો છે. ભરૂચ થી […]
ઝરણાવાડી ગામે જુગારધામ પર રેડ કરતા ડેપ્યૂટી સરપંચ ઝડપાયાં ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ કરતા તત્વો પર સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં એક માસ માં અનેક બુટલેગરો અને જુગારીઓ જેલ ના સળિયા ગણતા થયા છે. ત્યારે નેત્રંગના ઝરણા અને ઝરણાવાડી ગામેથી છેલ્લા […]
સાગબારા રેંજનાં કાર્ય વિસ્તારમાં જંગલ ચોરીનાં લાકડા વાહતુક થવાનાં છે તેવી ગુપ્ત બાતમીનાં આધારે 6 મેં નાં રોજ સવારે 6 કલાકે નાકાબંધી કરતા એસ.વી.ચૌધરી રેંજ ફોરેસ્ટ ઓફિસર સાગબારા તથા યુ.બી.બીલ રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ તથા એમ.એસ.સીતાપરા બીટ ગાર્ડ પાટલામહુ, એ.એસ.બારીયા બીટ ગાર્ડ મહુપાડા તેમજ રોજમદારો સાથે નાકાબંધી કરી હતી. તે દરમિયાન […]
અંકલેશ્વર શહેર ના તાડ ફળીયા માં શહેર પોલીસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા 11 શખ્સો ને ઝડપી લઇ ત્રણ બાઈક ,મોબાઈલ અને રોકડ રકમ મળી રૂપિયા 1.18 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ ની વિગત અનુસાર અંકલેશ્વર ના તાડ ફળીયા વિસ્તારમાં રહેતો દલપત વસાવા સટ્ટા બેટિંગ […]
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલી સિલ્વર સિટી ફેલટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની ઘર આંગણે રમતી અને ગત 25 જાન્યુઆરીના રોજ ગુમ થયેલી 9 વર્ષિય બાળકી રૂક્સાના આરીફ અંસારીનું અપહરણ થયું હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરતાં સ્થાનિક પોલીસે અલગ અલગ પ્રકારે તપાસહાથ ધરી હતી.આ કથિત અપહરણ કેસમાં ચાર મહિના બાદ […]
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતોને સ્વીકારી કુલ રૂપિયા 131.76 કરોડના રસ્તાઓના નિર્માણ માટે મંજૂરીની મહોર મારી હતી. જેથી હવે વાગરા વિધાનસભા ક્ષેત્રમાં બે રાજ્ય સરકાર હસ્તકના બે માર્ગો ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ ગામોને જોડતા 45 જેટલા માર્ગોના નિર્માણ આગામી સમયમાં થશે.વાગરા વિધાનસભા ક્ષેત્રના માળખાગત વિકાસ માટે ધારાસભ્ય […]
ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા.ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવા સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ સેવાના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર […]
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી 20 વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાનીજાંબોઇ ગામની કિંજલબેન સંજય વસાવા નામની 20 વર્ષીય યુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી હતી.તા.5 મીના રોજ […]