ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૬૭ હજારની કિમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાડ ફળિયામાં રહેતા બુટલેગરની ધરપકડ કરી.મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો એક બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે તેના ઘરમાં દરોડા પાડતા અંદરથી પોલીસને રૂપિયા ૬૭,૨૦૦ની કિમતની ૫૬૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને તાડ ફળિયામાં વર્લી મટકાનો જુગાર પણ મોટા પાયે ચાલતો હોય તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જો હજુ પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો વર્લી મટકાનો જુગાર રમતા ઈસમો પણ પોલીસના સકંજામાં સપડાઇ તેવી ચર્ચા લોક મુખે થઈ રહી છે

ભરૂચ -છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ અંકલેશ્વર 17 મીમી.ભરૂચ 23 મી.મી. આમોદ 33 મી.મીહાંસોટ 11 મી.મી.જંબુસર 9 મી.મી.નેત્રંગ 101 મીમીવાગરા 21 મીમીવાલિયા 105 મી.મી.ઝઘડિયા 14 મી.મી.-આમોદ માં ઢાઢર નદીના જળ સ્તરમાં સતત ઘટાડો -ઢાઢર નદીની જળસપાટી 97 ફૂટ પર સ્થિર -નેત્રંગ પંથકના ત્રણેવ ડેમો સતત 7 દિવસઃથી ઓવરફ્લો ધોલી 26 […]

વાગરા : ચાંચવેલ ગામમાં સાસરિયાઓનો વહુ પર અત્યાચાર, દવા પીવડાવી માર મારવાની ઘટના વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામમાં સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ ચાંચવેલ ગામમાં રહેતા ડેનિયલ તરીકે જાણીતા રિયાઝ નામના વ્યક્તિએ પત્નીને માર માર્યો હતો. મહિલાએ પતિ ડેનિયલ, નણંદ, જેઠ, સાસુ તેમજ ફિરોજા […]

Breaking News

error: Content is protected !!