ભરૂચમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને GETCO દ્વારા સમારકામની શરૂઆત કરાઈ હતી. ત્યારે શનિવારે અડધા ભરૂચમાં 9 કલાકનું શટડાઉન લઈ 66 KVના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે. આકરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેઇન્ટેનન્સને લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે.ભરૂચમાં વીજ કાપ શનિવારે રાખવામાં આવ્યો છે. શહેરના 66 કે.વી.પાંચબત્તી સબ સ્ટેશન અને 66 કે.વી. ભરૂચ બી સબ સ્ટેશનમાં વિજ ટ્રાન્સમિશન વિભાગ GETCO દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી શનિવારે સવારના 9 થી સાંજના 6 કલાક સુધી શટડાઉન લેવાયું છે. આ બન્ને સબ સ્ટેશનોમાંથી નિકળતા ફીડરો જેવા કે 11 કે.વી. ડુંગરી, 11 કે.વી. સેવાશ્રમ, 11 કે.વી. મહંમદપુરા અને ભરૂચ બી સબ સ્ટેશન હેઠળ આવતા ફીડરો જેવા કે, 11 કે.વી. ટોરેન્ટ , 11 કે.વી.શક્તિનાથ, 11 કે.વી. નંદીની, 11 કે.વી. એ પી. એમ.સી ફીડરના તાબા હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો 9 કલાક બંધ રહેશે.પાંચબત્તી થી શક્તિનાથ સર્કલ , શક્તિનાથ થી શ્રવણ ચોકડી, શક્તિનાથ થી ભારતી રો હાઉસ સુધી, પાંચબત્તી થી મહમદપુરા સર્કલ, મહમદપુરા સર્કલથી બંબાખાના, મહમદપુરા થી સંતોષી વસાહત, શ્રવણચોકડીથી જંબુસર ચોકડી, પોચબત્તીથી જુનું ભરૂચ, ડુંગરી શેરપુરા રોડ, તેમજ આજુ બાજુ ના વિસ્તારો વીજપુરવઠો મળી શકશે નહી. સમારકામ પૂર્ણ થયેથી આગોતરી જાણ કર્યા વિના વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવામાં આવશે તેમ DGVCL દ્વારા જણાવાયું છે.ભરૂચ શહેરને શનિવારે સવારે 7 થી જ સાંજે 6 કલાક સુધી પાણી પુરવઠો પણ નહીં મળે. વીજળી નહી હોવાથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને 14 ટાંકીઓ ઉપર પાણી પહોંચાડી નહી શકાતા શનિવારે શહેરીજનોએ વીજળી-પાણી વગર દિવસ વિતાવવો પડશે. એટલે શુક્રવારે જ પાણીનો પૂરતો જથ્થો રાખવા પાલિકાએ લોકોને સૂચન કર્યું છે.
શહેરીજનોને શનિવારે 9 કલાક સુધી વીજકાપ અને પાણીકાપનો સામનો કરવો પડશે, 66 KVના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે
Views: 82
Read Time:2 Minute, 30 Second