Read Time:1 Minute, 20 Second
જંબુસર તાલુકાના કિંમોજ ગામે રાષ્ટ્ર વંદના મંચની મીટીંગ યોજાઇ
ભૂતપૂર્વ ડીઆઈજી વણઝારાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર વંદના મંચ કાર્યરત છે જેના થકી સરકાર દ્વારા ધરતીપુત્રો માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે તથા વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે તથા સંગઠન મજબૂત થાય તે અંગે જંબુસર તાલુકાના કીમ ગામે રાષ્ટ્ર વંદના મંચની મીટીંગ જિલ્લા પ્રમુખ ભાવસિંહજી ગોહિલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ભારતીય આધ્યાત્મિક એકતા સમાજમાં સમાનતા ભાઇચારો તેમજ રાષ્ટ્રીય જાગૃતિ અંગેની ચર્ચાઓ કરી હતી ગામની વિધવાઓ શાહીથી વંચિત ન રહે અને સહાય અંગેની માહિતી આપી હતી સરદાર મીટિંગમાં રાષ્ટ્ર વંદના મંચના પ્રતિનિધિઓ ચંદ્રસિંહજી ગોહિલ રમેશભાઇ ગોહિલ ભગવાનસિંહ ગોહિલ ધનસુખભાઇ પટેલ હિતેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા