કેટલાક સમયથી ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતનાં યુવાધનને નશીલા કેફી પદાર્થો ગાંજા, ચરસ, અફીણ, એમડી ડ્રગ્સ, ના બંધાણી બનાવી ગુજરાતનું યુવાધન બરબાદ કરવાની કોસીશ કરવામાં આવી રહી છે. અને ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માટેની મેલી મુરાદ રાખી બહારના રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થો ઘુસાડી તેનો નેટવર્ક ચલાવવમાં આવી રહ્યો છે. પરંતુ ગુજરાત રાજ્યની સરકાર અને પોલીસતંત્ર દ્વારા આવા નશાના સોદાગરોને દબોચી લેવા કમર કસી છે.
જેથી સુરત અમદાવાદ બનાસકાંઠા અને હવે ગાંધીનગર સહીતના શહેરોમાં ગુજરાતની રાજ્ય સરકાર અને ડીજીપી આશિષ ભાટિયાની કડક સૂચના અંતર્ગત કરોડો રૂપિયાનો ડ્રગ્સ અને માદક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભમાં ગાંધીનગર SOG ને પણ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે.
રાજ્યમાં ડ્રગ્સના માફિયાઓ પગ પસારો કરી રહ્યા છે ત્યારે તેમની આ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત પોલીસ પણ સક્ષમ બની છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં SOG એ સફળતા મેળવી છે. SOG ટીમને મળેલ બાતમીને આધારે સેકટર-2 માંથી ઋષિક પિયુશકુમાર દવે ઉંમર 24 ને MDMA ડ્રગ્સની 151 ટેબ્લેટ સાથે જેની કિંમત 7 લાખ 47 હજાર 500 થાય છે ઉપરાંત અન્ય મોબાઈલ, નિશાન ગાડી મળી કુલ મુદામાલ 10 લાખ 55 હજાર 500 સાથે ધરપકડ કરવામાં આવી છે તેમજ તેને માલ આપનાર નેહાલ સાલવી જે મોટેરા અમદાવાદનો રહેવાસી છે તેના વિરુદ્ધ સેકટર 7 ના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.