ભરૂચ થી વડોદરા તરફ જતો બંધ બોડીના કંન્ટેનરમાં ભરીને લઈ જવાતો ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો પ્રોહી મુદ્દામાલ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ વડોદરા ગ્રામ્ય…..

એલ. સી. બી. ટીમ ને મળી મોટી સફરતાં સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી તેમજ કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ, જે અન્વયે ગઇકાલ તા.૦૧/૦૭/૨૦૨પ ના મોડી સાંજના કૃણાલ પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓને ચોકસ બાતમી હકિકત મળેલ કે, અશોક લેલન્ડ કંન્ટેનર નંબર MH-46-AR-2451 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને ભરૂચ થી વડોદરા તરફ આવે છે અને કંન્ટેનર હાલ કરજણ પો.સ્ટે.ની હદના ને.હા.નંબર- ૪૮ ઉપર કરજણ પો.સ્ટે.ની હદના દેથાણ પાટીયા નજીક પહોંચેલ હોવાની માહીતી મળેલ હોય, જેથી પી.કે.ભુત, પો.સ.ઈ. એલ.સી.બી. તથા ટીમ પેટ્રોલીંગમાં હોય જેઓને ઉપરોકત બાતમી હકિકત આધારે તાત્કાલીક વોચમાં રહી તપાસ કરી ઉપરોકત કંન્ટેનરને ઝડપી પાડવા સુચના આપેલ, જે આધારે એલ.સી.બી. ટીમ કરજણ પોલીસ સ્ટેશનની હદના લાકોદરા પાટીયા નજીક ભરૂચ થી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર કંન્ટેનરની વોચમાં રહેલ હતી…

જે દરમ્યાન બાતમી હકિકતવાળુ ઉપરોકત કંન્ટેનર આવતા જેને કોર્ડન કરી ઝડપી પાડી કંન્ટેનરમાં ડ્રાઇવર એકલો જ હોય જેને નીચે ઉતારી નામ ઠામ પુછતા રમેશકુમાર ભાનુપ્રતાપ મિશ્રા રહે. મહમદપુર પોસ્ટ ગારાપુર તા.ફુલપુર જી.પ્રયાગરાજ (U.P.) હાલ રહે.કોલખે તા.પનવેલ જી.રાયગઢ (M.H.) નો હોવાનું જણાવેલ, જેને સાથે રાખી કંન્ટેનરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની પેટીઓ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયની પેટી નંગ-૩૦૧ જેમા કુલ બોટલ નંગ ૮૩૧૬ કિ.રૂ.૨૫,૦૮,૭૨૦/-નો તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂા.૫૦૦૦/- તથા કંન્ટેનર કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા GPS સીસ્ટમ નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/- મળી તથા ગાડીના રજીસ્ટ્રેશન કાગળોની ઝેરોક્ષ ફાઇલ મળી કુલ કી. રૂ.૩૫,૨૩,૭૨૦/-નો કુલ મુદ્દામાલ બ્જે કરવામાં આવેલ છે.
ઉપરોકત પકડાયેલ ઇસમને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા એક ઇસમ નામે સંતોષ સરોજ રહે. વાપી નાએ વાપી હાઇવે ઉપર રાજસ્થાની હોટલ પાસે બોલાવેલ અને ત્યાં ઉપરોકત ગાડી ઉભેલ હતી તે લઇને અમદાવાદ ખાતે જવાનું હોવાની હકિકત જણાવતા, પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે…

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા.. કરજણ..

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પત્રકાર એકતા પરિષદ વલસાડ જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ વાપી વિશ્રામગૃહ માં મળી..

Sat Jul 12 , 2025
પ્રદેશ અધ્યક્ષ ના દક્ષિણ ગુજરાત પ્રવાસ માં જિલ્લા ના ભાવિ કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી. વલસાડ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની હોદ્દેદારો ની એક મિટિંગ વાપી વિશ્રામગૃહ ખાતે મળી હતી,જેમાં જિલ્લા અધ્યક્ષ શ્રી અનીસ શેખ સહિત હોદ્દેદારો ની હાજરી માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ ટી સેલના નીતિન […]

You May Like

Breaking News