
રોહન આનંદ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ ફેમીલી કોર્ટ, જંબુસરના ક્રિમીનલ પરચુરણ અરજી નં.૪૫/૨૦૨૫ ભરણપોષણની રકમ આપવામાં કસુર થયેલ હોવાથી ૧૨૦૦ દિવસની સાદી કેદની સજાના વોરંટ હુકમ કર્યો હતો એ અનુસંધાને આ કામના કસુરદારને તાત્કાલિક ઝડપી પકડી પાડવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ..
ફેમીલી કોર્ટ, જંબુસર ક્રિમીનલ પરચુરણ અરજી નં.૪૫/૨૦૨૫ ના કામના સામાવાળા જયકુમાર મણિલાલ સોલંકી રહે,મુ.સુરવાળા, તા.કરજણ,જિ.વડોદરા નાએ તેમની પત્નીને દર મહિને રૂ.૩૫૦૦/- લેખે ભરણપોષણ માટે આપવાના થતા તેઓએ કોર્ટના હુકમની અવગણના કરી તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૦૨/૦૨/૨૦૨૫ સુધીના ૪૦ (ચાલીસ) માસ માટે ભરવાની રૂ.૧,૪૦,૦૦૦/-ની રકમ આપવામાં કસુર કરેલ જે ૪૦ માસના કુલ રૂ.૧,૪૦,૦૦૦/-(અંકે રૂપિયા એક લાખ ચાલીસ હજાર પુરા) નહિ ભરવા બદલ પ્રત્યેક માસ દીઠ દિન-૩૦ લેખે કુલ ૧૨૦૦ (એક હજાર બસો) દિવસની મુદ્દતની સાદી કેદની સજા ફેમીલી કોર્ટ જંબુસર નાઓ દ્વારા ફરવામાં આવેલ…
જે સંદર્ભે શ્વિ.જી.લાંબરીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ-ફર્લો સ્કવોર્ડ, વડોદરા ગ્રામ્ય નાઓએ ફેમીલી કોર્ટ, જંબુસર ક્રિમીનલ પરચુરણ અરજી નં.૪૫/૨૦૨૫ના કામના સામાવાળાને કુલ ૧૨૦૦ (એક હજાર બસો) દિવસની મુદ્દતની સાદી કેદની સજા વોરંટ ફરમાવેલ જે વોરંટ આધારે પેરોલ-ફર્લો સ્કવોર્ડના માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપી સામાવાળાને તાત્કાલિક શોધી કાઢવા સારૂ તેના વસવાટના સંભવિત તમામ સ્થળો પર જરૂરી વોચ ગોઠવી હતી તેમજ માહિતી એકત્રીત કરી, વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરી તેને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે દરમ્યાન પેરોલ-ફર્લો ટીમના આ.પો.કો.હિતેન્દ્રસિંહ નારસિંહ નાઓ સદર હુ આરોપીની તપાસ કરતા અંગત બાતમીદારે બાતમી આપેલ કે, આરોપી કરજણ તાલુકા વિસ્તારમાં હોવાની સચોટ માહિતી મળતા તેઓ તાત્કાલિક વોચ તપાસમાં ગયેલ જે દરમ્યાન મોજે મુ.સુરવાળા, તા.કરજણ, જિ.વડોદરા ખાતેથી આરોપીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારૂ કરજણ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે….
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… કરજણ..