
સાયબર ક્રાઇમ સંબંધિત મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી સપ્લાય કરતા ઇસમોને પકડી બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશ્નર મયુરસિંહ રાજપુત સાહેબ નાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા ઇસમને પકડી પાડવામાં આવેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરિયાદ આપેલ કે, તેઓને અજાણ્યા નંબર પરથી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ફોન કોલ આવેલ અને ફરિયાદીનુ આધારકાર્ડ મની લોંડરિંગમા વપરાયુ હોવાનુ જણાવેલ. ત્યારબાદ ઇસમોએ ફરિયાદીને જણાવેલ કે તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે. જેમા ફરિયાદીને જણાવે છે કે તેઓને મની લોંડરિંગના 1,00,000/- રુપીયા કેશ તથા તેઓને 10% રકમ મળેલ છે તેમજ તેઓનુ બેંક એસેટ ચેક કરશે તેમ જણાવેલ. ત્યારબાદ ફરિયાદી પાસે વ્હોટસએપ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન લિધેલ તથા તેઓના બેંક એકાઉંટ અંગે તમામ માહિતી લિધેલ. ઇસમોએ ફરિયાદીને જણાવેલ કે ઉપરોકત બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યા સુધી પોતાની બેંક બેલેંસ, એફ.ડી, શેર બધુ ઇસમોને સોપવુ પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત કરશે. ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે. આમ, અલગ અલગ બહાના હેઠળ ફરીયાદીને ડરાવેલ અને કહેલ કે જ્યા સુધી આ ઇન્વેસ્ટીગેશન ચાલશે ત્યા સુધી ફરિયાદીના ખાતામા જેટલા રુપીયા છે તે સામાવાળાના ખાતામાં જમા કરાવવા કહી તેમની પાસે થી રૂ.23,00,000/- સામાવાળાએ તેમના બેંક ખાતામા ટ્રાંસફર કરાવેલ છે જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૩/૦૩/૨૦૨૫ નારોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે….
વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત પુણે, મહારાષ્ટ્ર ખાતેની આવતી હોય પુણે ખાતે ટીમ દ્વારા તપાસ કરી આરોપીની ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.સદર ગુનામા ટેકનીકલ એનાલીસીસ અને મનીટ્રેલ આધારે 23,00,000/-ના ફ્રોડમાંથી18,86,000/-ફરીયાદિ ને રીફંડ અપાવેલ છે.તેને લગત ૧૫થી વધુ બેંક ખાતામાં ૧૦ થી વધુ NCCRP કમ્પ્લેન છે. જેમાં રૂ.50,00,000/- થી વધુ ટર્નઓવર થયેલ છે…
રિપોર્ટ :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા…