
ભરૂચ એસ.ઓ.જીએ ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાડપોર ગામના મસ્જિદ પાસે રહેતો પ્રકાશ અંબાલાલ પટેલને 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ 7.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આરોપી સ્કૂલ વેનમાં ડ્રગસની હેરાફેરી સાથે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝીપલોક બેગમાં ડ્રગસનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી રહાડપોર ગામના એહમદખાન ઉર્ફે શાહરુખ શોકતખાન પઠાણ,ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે ઝડપી પાડ્યા છે.ઝડપાયેલ બન્ને આરોપીઓ મુખ્ય આરોપી સાથે મળી નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.સી ડિવિઝન પોલીસે બન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 6 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.