ભરૂચમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શનમાં સઘન રીતે ચાલતી એસ.આઈ.આર.ની કામગીરી

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ભરૂચ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શનમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) સુચારુ રીતે ચાલી રહી છે. જે અંતર્ગત બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ (Enumaration Form) વિતરણ સહિતની કામગીરી ઉત્સાહભેર કરી રહ્યા છે અને નાગરિકો આ ઝુંબેશને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના હાથાકુંડી ગામના બૂથ લેવલ ઓફિસરએ જણાવ્યું હતું કે, હાલમાં એસ.આઈ.આર.ની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત અમે ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણ કરી રહ્યા છીએ. બધાના ઘરે ત્રણ વખત જઈએ છીએ અને ફોર્મ તથા કામગીરી અંગે સચોટ માહિતી આપીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે, ફોર્મમાં ખૂબ સરળ રીતે માહિતી અને વિકલ્પ આપેલા છે. જેથી કામગીરી સરળ રહે છે. ફોર્મમાં દરેક નાગરિકનું છેલ્લી મતદારયાદી મુજબ નામ અને એપિક નંબર પણ આપેલા છે. દરેક બૂથના તમામ મતદારોની ખરાઈ કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં નાગરિકો અમને પૂરતો સહકાર આપે છે. નાગરિકોની વર્ષ ૨૦૦૨ની જે જૂની માહિતી છે, તેમાં અત્યારે અપડેટ થઈ શકે અને નવી મતદાર યાદી તૈયાર થઈ શકે અને નવી યાદીમાં નાગરિકોનું નામ આવી શકે તે માટે અમે ફોર્મ ભરવાનું કહીએ છીએ, અમે નાગરિકોને જૂની માહિતીની ખરાઈ માટે સપોર્ટ કરીએ છીએ. આ સાથે અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે, બી.એલ.ઓ.ને સપોર્ટ કરો. જેથી તેઓ તમને માર્ગદર્શન આપી શકે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વર જીઆઇડીસી અને અંકલેશ્વર વસાહત મંડળ દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરાયું

Thu Nov 13 , 2025
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) અને અંકલેશ્વર ઔધોગિક વસાહત મંડળના દ્વારા જીઆઇડીસી અંકલેશ્વર ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અંતર્ગત સ્વદેશી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠના પ્રોફેસર અને વિધ્યાર્થીઑ દ્વારા સ્વદેશી અંગેના વિચારો અને પ્રેઝેંટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં સ્વાવલંબન, સ્વદેશી […]

You May Like