સરકારના અમે ઋણી છીએ, અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી અમને રાહત આપી છે. – ખેડૂતશ્રી જમયલ પટેલ

ભરૂચ – રવિવાર – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદના કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને વધાવતા અંકલેશ્વર તાલુકાના ખેડૂત જમયલ મગન પટેલ શ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સંવેદનશીલ અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લીધો છે. ત્યારે અમે સરકારના ખૂબ ઋણી છીએ. અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી રાહત આપી છે. આ પેકેજમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે જે પણ એ સરાહનીય પગલું છે. ગુજરાતમાં ખુબ સારો નિર્ણય લેવાયો છે. રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બે હેક્ટર જમીન દીઠ રૂ. ૪૪૦૦૦ માટે સહાય આપવામાં આવશે જેને ભરૂચ જિલ્લાના દરેક ખેડૂત મિત્રોએ આવકાર્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં સહાયરૂપ બનવા બદલ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષ વ્યક્ત કરતા ખેડૂત શ્રી પરસોત્તમ પટેલ

Sun Nov 9 , 2025
ભરૂચ- રવિવાર- રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતેય ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહીને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા-દર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ […]

You May Like